ડિસ્ક્લેમર (Disclaimer) - TenderGujarat.com
૧. માહિતીનો સ્ત્રોત
અમારી વેબસાઈટ પર મૂકવામાં આવતી તમામ ટેન્ડર નોટિસો ગુજરાત સરકારના સત્તાવાર ઇ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (nProcure - GIL), ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM), વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અગ્રણી ગુજરાતી દૈનિક અખબારોમાં પ્રસિદ્ધ થતી સાર્વજનિક જાહેરાતોમાંથી માત્ર લોકોની સરળતા અને માહિતીના હેતુ માટે એકત્રિત કરવામાં આવે છે.
૨. સત્તાવાર ચકાસણીની જવાબદારી
અમે માહિતી શક્ય તેટલી સચોટ રાખવાનો પૂરતો પ્રયાસ કરીએ છીએ. તેમ છતાં, કોઈપણ ટેન્ડરમાં ભાગ લેતા પહેલા અથવા રકમ જમા કરાવતા પહેલા દરેક કોન્ટ્રાક્ટર, વેપારી અથવા વપરાશકર્તાએ સત્તાવાર પોર્ટલ (જેમ કે tender.nprocure.com અથવા gem.gov.in) પર જઈને મૂળ દસ્તાવેજ, કોરિજેન્ડમ (Corrigendum / સુધારા નોટિસ) અને છેલ્લી તારીખની ખરાઈ કરી લેવી આવશ્યક છે.
૩. બિડિંગ સહાય સેવાઓ
અમારા દ્વારા પૂરી પાડવામાં આવતી ટેન્ડર બિડિંગ સહાય એ માત્ર ડોક્યુમેન્ટેશન અને ફોર્મ ભરવા માટેની કન્સલ્ટિંગ સર્વિસ છે. ટેન્ડર મંજૂર થવું કે ન થવું તે સંપૂર્ણપણે સંબંધિત સરકારી વિભાગ અને ટેન્ડરિંગ ઓથોરિટીના નિયમો અને તમારી ટેકનિકલ/ફાઈનાન્સિયલ યોગ્યતા પર નિર્ભર કરે છે.
૪. નાણાકીય કે અન્ય નુકસાન અંગે
કોઈપણ કારણસર ટેન્ડર રદ્દ થવા, તારીખ બદલાવા, ટેકનિકલ ખામી કે કોઈ વિસંગતતાના કિસ્સામાં www.tendergujarat.com ના સંચાલકો કોઈપણ પ્રકારના પ્રત્યક્ષ કે પરોક્ષ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.